રાજ્યમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165 થયા, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.  કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યારસુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા […]

Continue Reading

અમેરિકાના શેરબજારમાં તેજીની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી, સેન્સેક્સ 1251 અને નિફ્ટી 316 અંક વધ્યો

ભારતીય શેરબજારોમાં હાલ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1251 અંક વધી 28842 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 316 અંક વધી 8400 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એમએન્ડએમ, એચસીએલ ટેક, એક્સિસ બેન્ક અને ઈન્ફોસિસના શેરમાં તેજી જોવા મળી રહી છે. જોકે બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વના બજાર વધારા […]

Continue Reading

ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન, પેરાસીટામોલની નિકાસ પર આંશિક પ્રતિબંધ ઉઠાવ્યો

ભારતે આખરે મેલેરિયાના નિદાન માટે ઉપયોગમાં લેવાતી રસી હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પેરાસીટામોલ ઉપરનો નિકાસ પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવાની જાહેરાત કરી છે. વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને લાખો લોકો સંક્રમણની લપેટમાં આવ્યા છે ત્યારે અન્ય દેશો દ્વારા ભારત પાસે મેલેરિયાની દવાની માંગ કરવામાં આવી હતી. અમેરિકા ઉપરાંત બ્રાઝિલે પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટનો જથ્થો આપવા નિકાસ […]

Continue Reading

CM ઉદ્ધવ ઠાકરેના ઘરની નજીક એક ચાવાળાને કોરોના થયો, ‘માતોશ્રી’ સીલ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને પગલે સ્થિતિ કફોડી બની રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા ઈસ્ટમાં આવેલા નિવાસસ્થાન ‘માતોશ્રી’ બહાર એક ચાની દુકાનવાળાને કોરોના પોઝિટિવ જણાતા સીએમ નિવાસ તેમજ આસપાસના વિસ્તારને સીલ કરી દેવાયા છે. મુંબઈમાં બે હોસ્પિટલના 39 જેટલા સ્ટાફનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 868 […]

Continue Reading

કોરોના કહેરઃ જાપાને કટોકટી જાહેર કરી, બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી મંદીનો ભય

કોરોનાની મહામારી પુરી થાય ત્યાં જગત સામે નવી સમસ્યા મોઢું ફાડીને ઉભી છે. બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી મંદી તરફ વિશ્વ આગળ વધી રહ્યું હોવાનું નિષ્ણાતો માને છે. ફ્રાન્સના નાણામંત્રીએ પણ આજે કહ્યુ હતુ કે દેશનો વિકાસદર બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી નીચો જવાની શક્યતા છે. જોકે આવું કહેનારા તેઓ પહેલા નથી. અનેક યુરોપિયન દેશોના મંત્રીઓ […]

Continue Reading

ભારતમાં વર્ષના અંત સુધીમાં આવી શકે છે વેક્સીન, નાકમાં માત્ર એક ડ્રોપ નાખવું પડશે

અમેરિકા અને ચીન દ્વારા કોરોના વેક્સીન સૌથી પહેલાં બનાવવાની સ્પર્ધા વચ્ચે જાણવા મળ્યું છે કે, હૈદરાબાદની એક વેક્સીન કંપની ભારત બાયોટેકે કોરોનાને ટક્કર આપવા માટે વેક્સીન તૈયાર કરી લીધી છે. અમેરિકામાં તેનું એનિમલ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ત્રણથી છ મહિના સુધી ચાલનાર આ ટ્રાયલમાં સેફ્ટી સાબીત થશે તો ભારતમાં તેનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. […]

Continue Reading

અમદાવાદમાં કોરોનાના 11 નવા પોઝિટિવ કેસ, કુલ 64 થયા

અમદાવાદમાં આજે 11 કેસ નોંધાયા છે. 11 કેસ પૈકી એક હિન્દુ છે બાકીના 10 લઘુમતી સમાજના છે. આ 10 પૈકી 6 લોકો રાજસ્થાનના ઝુનઝુનવામાંથી આવ્યા છે. નવ લોકો તબલીગી જમાત સાથે સંબંધ ધરાવે છે. 3 લોકો દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 1 વ્યક્તિ એવી જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ સંપર્ક દ્વારા તેનો કોરોના પોઝિટીવ […]

Continue Reading

દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા 500ને પાર, 1800ના રિપોર્ટ આવવાના બાકી

દિલ્હીમાં કોરોનાનું સંકટ વધતુ જઈ રહ્યુ છે. અત્યાર સુધી કોરોનાની ચપેટમાં 500થી વધારે લોકો આવી ચૂક્યા છે પરંતુ 1800 લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 58 કેસ સામે આવ્યા છે. જેમાં 19નું કનેક્શન તબલીગી જમાતના મરકઝ સાથે છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના દર્દીઓનો આંકડો 503 સુધી પહોંચી ચૂક્યો છે. જેમાં 320 […]

Continue Reading

ભારતમાં કોરોનાની સુનામીઃ 24 કલાકમાં 32ના મોત, કોરોનાગ્રસ્તોનો આંકડો 4000ને પાર

ભારતમાં કોરોના વાયરસનો આતંક ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાના ચેપગ્રસ્તોની સંખ્યા સતત બમણી થઈરહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના દર્દીઓનો આંકડો ચાર હજારને ઓળંગી ગયો છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં 109 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4067 લોકો આ સંક્રમણનો ભોગ બન્યા છે. તેમજ […]

Continue Reading

લોકડાઉન લંબાશે તો 1.7 કરોડ નાના ઉદ્યોગ થઈ શકે છે બંધ

ભારતમાં સૌથી વધારે રોજગાર પ્રદાન કરનાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ)ઉદ્યોગ કોરોનાની મારથી સંકટમાં છે. લોકડાઉનને કારણે અમેએસએમઈ બંધ છે પરંતુ જો લોકાડાઉન આગળ વધ્યું તો લગભગ 1.7 કરોડ નાના ઉદ્યોગ હંમેશા માટે બંધ થઈ શકે છે કેમકે તેમની પાસે મૂડીની અછત છે. ગ્લોબલ ફોર માસ આંત્રપ્રિન્યોરશિપના ચેરમેન રવિ વેંટકેશને જણાવ્યું છે કે, જો દેશમાં […]

Continue Reading