રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું છે પરંતુ લોકડાઉનના કારણે 4થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાઓ પર લોકો એકઠા થઈને ભજીયા અને ગાંઠિયાનો પ્રોગ્રામ કરી રહ્યા છે. તો પોલીસ દ્વારા આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ લગ્ન પ્રસંગ અને અંતિમ યાત્રા માટે 20 લોકોને એકઠા થવા પર મંજૂરી આપવામાં આવી છે. 20 લોકોની મંજૂરી હોવા છતાં પણ ઘણા લોકો 50થી વધારે લોકોને અંતિમ યાત્રામાં લઈ જાય છે. ત્યારે આવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં સ્મશાન યાત્રામાં 200થી વધારે ડાઘુઓ જોડાયા હતા. તેથી સમગ્ર મામલો પોલીસે પોલીસે 25 લોકો સામે જાહેરનામા ભાંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા ચમનપુરામાં કડીયાની ચાલીમાં રહેતા દશરથ પટણીનું 45 વર્ષની વયે અવસાન થયુ હતુ. દશરથ પટણીના મૃતદેહને અંતિમ વિધિ કરવા માટે સરસપુર ખાતે આવેલા ચામુંડા સ્મશાન ગૃહ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને અંતિમ વિધિ માટે 200 જેટલા ડાઘુઓ એકઠા થયા હતા. તેથી સ્મશાનના સુપરવાઇઝર દ્વારા 20 વ્યક્તિઓને પરમીશન હોવાનું કહીને અન્ય લોકોને ઘરે જવાનું કહ્યું હતું પરંતુ અંતિમ વિધિમાં આવેલા ડાઘુઓએ ઘરે પર જવાની ના પાડી હતી તેથી સ્મશાનગૃહના સુપરવાઇઝર દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવાની ચીમકી આપવામાં આવી હતી, તેથી 175 જેટલા ડાધુઓ તેમના ઘરે પરત ફર્યા હતા અને 25 જેટલા લોકો અંતિમ વિધિ માટે હાજર રહ્યા હતા પરંતુ 25 લોકોને મંજૂરી ન હોવાથી સુપરવાઇઝર સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે 25 જેટલા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે, લોકડાઉન વચ્ચે દફનવિધિ સ્મશાન યાત્રામાં 20 જેટલા માણસો અને જોડાવાની પરમિશન છે. આ ઉપરાંત લગ્નમાં પણ વર અને કન્યા પક્ષ સહિત લગ્નની વિધિ માટે 20 લોકોને સાથે રાખીને લગ્ન પ્રસંગ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રાંત અધિકારીઓને અને તેમના સબડિવિઝનના તાલુકાઓ માટે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે ફરજ સોંપવાનો હુકમ કરવામાં આવ્યા છે.

