રણબીર અને નીતૂએ આપી શ્રદ્ધાંજલિ, રિદ્ધિમા પહોંચી માતા પાસે

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરા રણબીર કપૂરે પોતાના નિવાસસ્થાને પૂજાનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં મા-દીકરાને ઋષિ કપૂરની ફોટોફ્રેમ સાથે જોઇ શકાય છે. જે ફોટોફ્રેમને ફુલો દ્વારા સજાવી છે. જેમાં રણબીરે કુર્તો પહેરી રાખ્યો છે અને કપાળે તિલક કર્યું છે સાથે જ તેણે કેસરી પાઘડી પહેરી છે. અને નીતૂ કપૂરે સફેદ સલવાર સૂટ પહેર્યું છે. બન્ને પૂજાસ્થળ પાસે બેઠેલા દેખાય છે.

પ્રાર્થના સભાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ ખઈ રહી છે અને તેમના ચાહકો અને હિતેચ્છુઓ આ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. બે વર્ષથી કેન્સરથી પીડિત ઋષિ કપૂરે કેન્સર સામેની મોટી જંગ બાદ ગુરુવારે 30 એપ્રિલની સવારે તેમણે હાર સ્વીકારી. અને તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવ્યા.

ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર આ અંતિમ સંસ્કારમાં પહોંચી શકી ન હતી. તેને આજે જ દિલ્હીથી મુંબઇ પોતાની માતા નીતૂ કપૂર પાસે પહોંચી છે. તેની સાથે પુત્રી સમારા પણ છે. રિદ્ધિમાની પહોંચવાની તસવીરો આવી ગઈ છે જેમાં રિદ્ધિમા અને તેની દીકરી સમારા બન્ને દેખાય છે અને બન્નેએ માસ્ક પણ પહેર્યું છે આ તસવીરોમાં કેટલીક પોલીસ પણ દેખાય છે. રિદ્ધિમા રોડ ટ્રાવેલિંગ દ્વારા દિલ્હીથી મુંબઇ પહોંચી છે.