લોકડાઉન વચ્ચે મોટી રાહત, 162 રૂપિયા સસ્તો થયો સબસિડી વગરનો રાંઘણ ગેસનો સિલિંડર, નવી કિંમતો આજથી લાગુ

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશભરમાં લોકડાઉન વચ્ચે રાંધણ ગેસને લઈને સારા સમાચાર આવ્યા છે. 1 મે એટલે કે આજથી સબસિડી વગરના એલપીજી સિલિંડરની કિંમતમાં 162 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી લાગું થશે.

અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો
દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 હતો. મંબઈમાં નવા ભાવ રૂ. 579 હશે. કોલકતામાં 584.50 અને ચેન્નાઈમાં રૂ. 569 .50  હશે.સરકાર ગ્રાહકને દર વર્ષે 12 સિલિંડર સબસિડીવાળા આપે છે. આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિંડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો છે.