1200 પ્રવાસી મજૂરોને લઈને તેલંગાણાથી ઝારખંડ માટે રવાના થઈ સ્પેશિયલ ટ્રેન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

લોક ડાઉનને કારણે દેશના અલગ અલગ ભાગમા ફસાયેલા લાખો મજૂરોને પોતાના માદરે વતન લાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગ્રુહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ અલગ-અલગ સરકારો પોતોના રાજ્યના મજૂરોને પરત લાવવા મથી રહી છે. તેલંગણાના લિંગમપેલ્લીમાં ફસાયેલા મજૂરોને લાવવા માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન આજે રાત્રે ઝારખંડ ખાતે પહોંચશે. આ ટ્રેનમાં કુલ 1200 મજૂરોને મોકલવામાં આવ્યા છે.

નોંધનીય છે કે કેટલાક રાજ્યોની સરકારો તરફથી કેન્દ્રને અપીલ કરવામાં આવી હતી કે પોતાના રાજ્યના મજૂરોને પરત લાવવા માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે. આ માટે તેલંગણાથી ઝારખંડ વચ્ચે દોડેલી આ ટ્રેનમાં 1200 મજૂરોને લાવાવમાં આવી રહ્યા છે. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તેલંગણાના લિંગમપેલ્લીથી આ ટ્રેન ઉપડી હતી જે આજે રાત્રે 11 વાગ્યે ઝારખંડના હતિયા ખાતે પહોચશે. આ ટ્રેનમાં કુલ 24 કોચ છે. આ ટ્રેનમાં કુલ 1200 મજૂરો પાછા લાવવામાં આવી રહ્યા છે. દરેક કોચમાં મા માત્ર 26 મજૂરોને બેસવાની રજા આપવામાં આવી છે.

આમ, તો અત્યારે મજૂરો માટે ટ્રેન ચલાવવાની કોઈ સત્તાકીય જાહેરાત નથી થઈ. પરંતુ આ સ્પેશિયલ ટ્રેન પર રેલવે મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય સરકારની અપીલ પર આ ટ્રેનને ચલાવવામાં આવી છે. જેમાં તમામ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ એક માત્ર ટ્રેન છે જેને ચલાવવામાં આવી છે. આગળ જો કોઇ ટ્રેન મજૂરો માટે દોડશે તો તે પણ રાજ્ય સરકાર અને રેલ મંત્રાલયના આદેશ બાદ જ ચાલશે.

નોંધનીય છે કે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાના રાજ્યના મજૂરોને પરત લાવવા માટે સ્પેશિયલ ટ્રેનની માગ ને કારણે રેલવેમંત્રી પીયૂષ ગોયલને વાત કરી હતી. સીએમએ રેલ મંત્રીને કહ્યું કે રાજ્યોને વિશેષ ટ્રેનની જરૂર પડશે તેથી બીજા રાજ્યોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓને પાછા લાવવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર મુજબ ઝારખંડના લગભગ નવ લાખ લોકો બીજા રાજ્યોમાં ફસાયેલા છે. જેમાથી 6.43 લાખ પ્રવાસી મજૂર છે અને બાકી લોકો નોકરી અને અન્ય કામના કારણે બીજા શહેરોમાં હયેલા છે.