સુરત શહેરમાં વસતા પરપ્રાંતીયો ને વતન જવા માટે ખાસ ચેક પોસ્ટ પર મંજૂરી આપવાની શરૂઆત કર્યા બાદ ભારે અંધાધૂંધી જોવા મળતા જિલ્લા કલેકટરે તમામ ચેકપોસ્ટ બંધ કરી દઈને ઓનલાઈન જ પાસ ઇસ્યૂ કરવાનો આદેશ કર્યો છે.
સુરત શહેર માં વસતા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજ્સ્થાનના નાગરિકોને તેમના વતન જવા માટે મંજુરી મળતા સરળતાથી જઈ શકે તે માટે ખાસ ચેક પોસ્ટ શરૂ કરીને મંજૂરી આપવાની શરૂઆત કરી હતી.બે દિવસમાં 70,000થી વધુ લોકો વતન જવા રવાના થઈ ચૂક્યા છે. પરંતુ ચેક પોસ્ટ પર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજ્સ્થાનના શ્રમિકો સિવાય અન્ય રાજ્યો ઉત્તરપ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગાલ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ના અન્યો રાજ્યો અને ગુજરાતના નાગરિકો એ પણ વતન જવા ભારે ધસારો કરતા ચેક પોસ્ટ પર ભારે અંધાધૂંધીના દશ્યો જોવા મળ્યા હતા.
સોશિઅલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા આ વાત જિલ્લા કલેકટરને ધ્યાનમાં આવતા જ તેમણે તમામ ચેક પોસ્ટ પરથી મંજૂરી કે પાસ ઇસ્યૂ કરવાના બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. આ આદેશ સાથેજ રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ના નાગરિકો માટે ઓફ્લાઈન પાસ કેં પરમીટ આપવાના પણ બંધ કરી દેવાયા છે.સાથે જ બીજા રાજ્યોમાં જવા માટે digitalgujarat.gov.in પર ઓનલાઈન એપ્લાય કરવાનો આદેશ આપ્યો છે.
જેમને ઓનલાઈન પરમીટ મળશે તેમણે પ્રિન્ટ આઉટ કાઢી ને વાહન લઈને જવાનું રહેશે.સુરત જિલ્લાની બહાર માણેકપોર ધામરોડ અને માખિંગા ચેક પોસ્ટ પર મેડિકલ ટીમ દ્વારા સ્કેનિગ કરીને વતન રવાના કરાશે.આમ ચેક પોસ્ટ પર ભારે અંધાધુંધી સર્જાતા આખરે ચેક પોસ્ટ બંધ કરી દેવાની નોબત આવી છે.