હૈદરાબાદ ગેંગરેપ મામલે મુખ્ય આરોપીનો ચોંકાવનારો ખુલાસો, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યા અને મૃતદેહ સળગાવી દેવાનાં મામલે કૉર્ટે તમામ આરોપીઓને 7 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ કસ્ટડીમાં આરોપીઓએ આ મામલે મહત્વનાં ખુલાસાઓ કર્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગેંગરેપ અને હત્યાનાં આ ક્રુર અપરાધનાં મુખ્ય આરોપીએ જણાવ્યું કે જે સમયે ચારેય આરોપી ડૉક્ટરને મરેલી સમજીને સળગાવી રહ્યા હતા ત્યારે તે જીવતી હતી.

પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો

એક રિપોર્ટ પ્રમાણે મુખ્ય આરોપી મોહમ્મદ પાશાએ જણાવ્યું કે, ગેંગરેપ બાદ મહિલા ભાગી ના જાય તે માટે તેમણે મહિલાનાં હાથ પગ બાંધી દીધા હતા. મુખ્ય આરોપી પાશાનાં જણાવ્યા પ્રમાણે ચારેય જણાએ રેપ બાદ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવરાવ્યો, જ્યારે તે બેભાન થઈ ગઈ ત્યારે તેને ગાડીમાં નાખીને પુલની નીચે લઇ ગયા, ત્યારબાદ પુલની નીચે જ પેટ્રોલ નાખીને પીડિતાને સળગાવી દીધી હતી.

મોડા સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા

આરોપીએ જણાવ્યું કે, તેમને લાગ્યું હતુ કે મહિલા મરી ચુકી છે, પરંતુ જ્યારે તેમણે આગ લગાવી તો તે ચીસો પાડવા લાગી. આરોપી પાશાએ કહ્યું કે તે લોકો મોડા સુધી મહિલાને સળગતી જોઇ રહ્યા હતા. તેમને લાગ્યું કે પોલીસની પકડમાં આવી જઇશુ માટે પીડિતાને સળગાવી દીધી. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં સાઇબરાબાદ ટોલ પ્લાઝાની પાસે એક મહિલાની અડધી સળગેલી લાશ મળી આવી હતી.

મહિલાની સ્કૂટી પંક્ચર કરી, મદદની લાલચ આપી બન્યા હૈવાન

મહિલાની ઓળખ એક વેટનરી ડૉક્ટર તરીકે થઈ હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે મહિલાની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી, પછી લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી અને ફ્લાઇઑવર નીચે ફેંકી દીધી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ ઘટનાને અંજામ આપવા માટે મહિલાની સ્કૂટી પંક્ચર કરી હતી, જેથી તેઓ મહિલા ડૉક્ટરને પોતાની જાળમાં ફસાવીને ઘટનાને અંજામ આપી શકે.