વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની સુરક્ષાને લઈને અગત્યનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપવામાં આવશે. આ યોજના દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગૂ થશે.
સાથે કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિર્ભયા ફંડ માટે 100 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદમાં વેટરનીટી મહિલા ડોક્ટર પર રેપ કર્યા બાદ તેની હત્યા કરવાની અને ઉન્નાવ રેપની પીડિતાને જીવતી સળગાવી દેવાની કોશિશ બાદ દેશમાં મહિલાઓની સુરક્ષાઓને લઈને ગુસ્સો છે.
સરકાર પાસે દોષીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. સંસદમાં પણ આ અંગે કડક કાયદો બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી.