ગોવામાં હોલીડે એન્જોય કરી રહી છે શ્રીજીતા ડે, તસ્વીરો થઈ વાયરલ

ફિલ્મ જગત

ટીવીની જાણીતી અભિનેત્રી શ્રીજીતા ડે આ દિવસોમાં ગોવામાં છે અને અવારનવાર તે ફોટોશૂટ કરાવી પોતાના દરેક દિવસને યાદગાર બનાવી રહી છે. શ્રીજીતા ડે લોકડાઉન પહેલા પોતાના બોયફ્રેન્ડ માઈકલ સાથે ગોવામાં વેકેશન એન્જોય કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ લોકડાઉનની જાહેરાત થતા જ તે ત્યાં પર જ ફસાઈ ગઈ છે. શ્રીજીતા ડે ગોવા જેવી સુંદર જગ્યામાં કેદ થઈને ઘણી ખુશ છે અને તેમની નવી-નવી તસ્વીરો દ્વારા આ ખુશીની ઝલક સ્પસ્ટ જોવા મળે છે. થોડા કલાકો પહેલા જ શ્રીજીતાએ ફલોરલ ડીઝાઇનની ક્યુટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે અને દરેક તસ્વીરમાં તેમની સુંદરતા જોતા જ બની રહી છે.

આ તસ્વીરોને શેર કરતા શ્રીજીતા ડેએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું જ્યારે-જ્યારે સનસેટના મેજિક વિશેમાં વિચારુ છુ…મારી આત્મા તૃપ્ત થઈ જાય છે.’ થોડા દિવસો પહેલા સામે આવેલી આ તસ્વીરોને હજારો લાઈક્સ મળી ચુકી છે અને ચાહકો સતત આ તસ્વીરો પર કમેન્ટનો વરસાદ પણ કરી રહ્યા છે.

શ્રીજીતા ડેએ છેલ્લા વર્ષે જ સોશિયલ મીડિયા દ્વ્રારા માઈકલથી લોકોને રબરુ કરવાયા હતા અને ચાહકોને જાણકારી આપી હતી કે, તે લાંબા સમયથી એક-બીજાની સાથે છે. માઈકલ જર્મનીના રહેનાર છે અને શ્રીજીતા ડેની સાથે તેમનો બોન્ડીંગ તો જોતા જ બને છે.