‘ઊલ્ટા ચશ્મા’માંથી દયાનું પાત્ર લાંબા સમયથી ગાયબ છે. દિશા વકાણી માતા બન્યા બાદ આ સીરિયલમાં પાછી ફરવાની મુડમાં નથી. કહેવાય છે કે, દિશાના પતિએ નિર્માતા સાથે દિશાને પરત લેવા માટે આકરી શરતો મુકી હતી જે નિર્માતાને યોગ્ય લાગી નહોતી. છતાં નિર્માતાએ દિશા સીરિયલમાં પાછી ફરે તે માટે લાંબ ાસમય સુધી રાહ જોઇ હતી.હવે આ પાત્ર માટે વિભૂતિ શર્માની પસંદગી થઇ હોવાની વાત છે. પરંતુ સત્તાવાર રીતે આ ઘોષણા કરવામાં આવી નથી.
થોડા દિવસ પહેલા જ સમાચાર હતા કે,સીરિયલના નિર્માતાને હવે દિશાની રાહ જોવાનું પરવડે એમ નથી. તેથી તેણે દયાના પાત્ર માટે અભિનેત્રીની શોધ આદરી દીધી છે. સૂત્રની વાત સાચી માનીએ તો દયાના પાત્રની શોધ હવે પૂરી થઇ ગઇ છે. કહેવાય છે કે, વિભૂતિ શર્મા દયાના પાત્ર માટે પસંદ કરવામાં આવી છે.
એક મીડિયા રિપોર્ટની માનીએ તો, વિભૂતિ દયાબેનના ગેટઅપમાં પરફેક્ટ લાગતી હતી. તેને કોઇ ઓળખી શક્યું જ નહીં. તે અદલોઅદલ દયા જેવી લાગતી હતી.આ બાદ એવી અટકળ થઇ રહી છે કે વિભૂતિ જ દયાના પાત્રમાં જોવા મળશે.
વિભૂતિએ ભૂતકાળમાં ‘બડે અચ્છે લગતે હૈ અને હમને લી હૈ શપથ’માં કામ કર્યું છે.

