NRIની ફિલ્મને સનડાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં આવકાર

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

એનઆરઆઇ ભારતીય ફિલ્મ સર્જક ગુરીન્દર ચડ્ડાની ફિલ્મ બ્લાઇન્ડેડ બાય ધ લાઇટને સનડાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં જોરદાર આવકાર મળ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. બ્રિટિશ દૈનિક ગાર્ડિયન સાથે સંકળાયેલા પત્રકાર સરફરાજ મંઝૂરે લખેલા પોતાનાં જીવનનાં સંભારણાં (મેમ્વાર્સ)માં અમેરિકન ગાયક ગીતકા-સંગીતકાર  બુ્રસ સ્પ્રીંગ્સ્ટનનાં ગીતોમાંથી પોતાને એક બ્રિટિશ યુવક તરીકે જીવવાની પ્રેરણા અને હિંમત મળી હતી એવો ઉલ્લેખ કર્યો હતો. ગુરીન્દરે 198૪માં લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ધ બોસ તરીકે જાણીતા આ ગાયકને સાંભળ્યો હતો. ત્યારબાદ એણે બુ્રસને રૂબરૂ મળીને એની ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદ્યા હતા. એ પછી લગભગ દસ વર્ષ બાદ ગુરીન્દર અને સરફરાઝે મળીને આ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. એમણે બ્લાઇન્ડેડ બાય ધ લાઇટ ફિલ્મ બનાવી હતી જેનો પ્રીમિયર સનડાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થયો હતો અને એને જોરદાર આવકાર સાંપડયો હતો.