ટાઈગર શ્રોફને પણ લાગ્યો ફિલ્મનો પ્રેશર

ફિલ્મ જગત મુખ્ય સમાચાર

અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે હાલ હું જે બે ફિલ્મો કરી રહ્યો છું એનું પ્રેસર સતત અનુભવી રહ્યો છું. બંનેના પાત્રને ન્યાય આપવાના મારા પ્રયાસો ચાલુ છે. હાલ ટાઇગર ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ કરી રહ્યો છે. આ ફિલ્મ 2012માં રજૂ થયેલી કરણની હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરની સિક્વલ છે. બીજી ફિલ્મ સાજિદ નડિયાદવાલાની બાગી થ્રી છે. આ ફિલ્મ બાગી અને બાગી ટુની સિરિઝની ત્રીજી કડી છે. પહેલી બંને કડી હિટ નીવડી હતી. હકીકતમાં બાગી ટુ  હિટ નીવડી એટલેજ ટાઇગરને કરણ જોહરની ફિલ્મ મળી હતી. બાગી ટુમાં ટાઇગરનાં એક્શન દ્રશ્યો જોઇને કરણે સ્ટુડન્ટ ઑફ ધી યર ટુની સ્ક્રીપ્ટમાં પણ કેટલાક ફેરફાર કરાવીને ટાઇગર માટે થોડાં એક્શન દ્રશ્યો ઉમેરાવ્યાં હતાં.