પદ્મશ્રીએ મારી જવાબદારી વધારી દીધી: મનોજ બાજપેયી

ફિલ્મ જગત

આગવી અભિનય છટા ધરાવતા અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું હતું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે મને આપેલા પદ્મશ્રી ખિતાબે મારી જવાબદારી વધારી દીધી હોય એવું મને લાગે છે. ‘આમ તો શરૂથી ફિલ્મોની પસંદગી બાબતમાં હું સતત સાવધ રહ્યો છું. મને સ્ક્રીપ્ટ પ્રતીતિજનક લાગે તો જ સ્વીકારતો રહ્યો છું. માત્ર છીછરું મનોરંજન હોય એવી ફિલ્મોથી હું સમજી વિચારીને દૂર રહ્યો છું. પરંતુ આવા રાષ્ટ્રીય એવોર્ડ લોકોની અપેક્ષા વધારી દેતા હોય છે પરિણામે કલાકારની જવાબદારી પણ વધી જતી હોય છે’ એમ મનોજે કહ્યું હતું. સત્યા જેવી હિટ ફિલ્મથી કારકિર્દી શરૂ કરનારા આ અભિનેતાએ ત્યારબાદ શૂલ, કૌન,અલીગઢ અને તાજેતરમાં સત્યમેવ જયતે જેવી હિટ ફિલ્મો આપી છે.