થોડા સમયથી શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠાના સંબંધો ચર્ચામાં છે. રોહન જાણીતા ફોટોગ્રાપર રાકેશ શ્રેષ્ઠાનો પુત્ર છે અને નેપાલનો એક જાણીતો ફુટબોલર છે. સોશિયલમ ીડિયા પર શ્રદ્ધા અને રોહનની તસવીરો વારંવાર વાયરલ થતી હોય છે. જોકે આ મામલે સત્તાવાર સમર્થન આવ્યું નથી.
મીડિયાના રિપોર્ટસને સાચો માનીએ તો, શ્રદ્ધા અને રોહન આવતા વરસે ં લગ્ન કરે તેવી શક્યતા છે. રિપોર્ટમાં તો એમ પણ જણાવામાં આવ્યું છે કે,આ બન્ને લગભગ બે વરસથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે પોતાના સંબંધોને આગળ લઇ જવા માંગે છે. વાત તો એવી પણ છે કે, શ્રદ્ધાની માતા શિવાંગી કપૂરે તો લગ્નની તૈયારી પણ શરૂ કરી દીધી છે. તે લગ્નની ઇવેન્ટની પ્લાનિંગ કરી રહી છે.
જોકે થોડા સમય પહેલા શક્તિ કપૂરને પુત્રી શ્રદ્ધાના લગ્ન વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે આ વાતનું ખંડન કર્યુ ં હતું. શક્તિ કપૂરે જણાવ્યુ ંહતું કે, શ્રદ્દા આગામી ચાર-પાંચ વરસ સુધી લગ્ન કરે તેવી શક્યતા ઓછી છે.

