હરિયાણાની ફેમસ ડાન્સર અને સિંગર સપના ચૌધરી હાલમાં ભાજપા નેતા મનોજ તિવારી સાથે ચૂંટણી રેલીઓમાં જોવા મળી રહી છે. તેઓ નેતાઓ પર તીખી પ્રતિક્રિયા પણ આપી રહી છે અને સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ છે, જેને કારણે સપના ચૌધરી હંમેશા ચર્ચાઓમાં રહે છે. પરંતુ આજે તેમની ચર્ચા તેમના નિવેદન કે ડાન્સને કારણે નથી થઇ રહી. આજે તેમની વાત સોશ્યિલ મીડિયા પર તેના લૂકને કારણે થઇ રહી છે.
ખરેખર સપના ચૌધરીએ સોશ્યિલ મીડિયા પર પોતાની હોલીડે ફોટો પોસ્ટ કરી હતી. આ ફોટોમાં તે શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી હતી, જેને જોઈને તેના ફેન્સે તેના વખાણ કર્યા પરંતુ કેટલાક લોકોને સપનાની આ ડ્રેસ સમજમાં નથી આવી રહી. તેને કારણે તેમને સપનાને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.

