મીડિયા ના પહોંચી તો કંગનાએ કેન્સલ કરવી પડી અપકમિંગ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ની ઇવેન્ટ

ફિલ્મ જગત

કંગના રાણાવતની અપકમિંગ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ની એક મોટી ઇવેન્ટ કાલે રાતે મુંબઇમાં યોજાવાની હતી. મીડિયાને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ મીડિયાના લોકોએ હાજરી આપી નહતી.

કંગના રાણાવતની અપકમિંગ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ની એક મોટી ઇવેન્ટ કાલે રાતે મુંબઇમાં યોજાવાની હતી. આ ઇવેન્ટ પર કંગના અને એક્તા કપૂર બંનેની હાજરી રહેવાની હતી. મીડિયાને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ કંગનાના બોટકોટ કરવાના નિર્ણયના કારણે ઘણા મોટા મીડિયા હાઉસે આ ઇવેન્ટને કવર કરી નહીં, જ્યારે મીડિયા ના પહોંચી કો ઇવેન્ટને પણ કેન્સલ કરી દેવામાં આવી અને કારણ એવું જણાવવામાં આવ્યું કે કંગના બીમાર થઇ ગઇ છે. કંગનાના વકીલે પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયા અને એન્ટરટેનમેન્ટ જર્નાલિસ્ટ ગિલ્ડ પર પણ નિશાન સાધ્યું. એનો તર્ક છે કે ગિલ્ડ એક બિનનોંધણી સંસ્થા છે. વકીલે સંબંધિત બંને સંસ્થાઓને કહ્યું છે કે એ કોઇ કોર્ટ નથી જેની પાસે મારી ક્લાયન્ટ કંગનાની વિરુદ્ધ કાયદાકીય ફરમાન સાંભળવાનો અધિકાર હોય.

સૂત્રના કહ્યા અનુસાર, ‘કંગના માટે આ મોટી ઇવેન્ટ હતી. પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ઇવેન્ટમાં ફોટોગ્રાફર્સ પણ પહોંચ્યા નહીં, એને સૂચન મળ્યું હતું કે કોઇ ઇવેન્ટ કવર કરી રહ્યું નથી તો ઇવેન્ટ કેન્સલ કરી દેવી જોઇએ.’

ઉલ્લેખનીય છે કેકંગના રાણાવતે પોતાની અપકમિંગ ફિલ્મ જજમેન્ટલ હે ક્યા ની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારને ખરાબ રીતે ખખડાવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણએ કંગનાએ પત્રકારને કહ્યું, ‘તુ તો અમારો દુશ્મન બની ગયો છે યાર. ખૂબ જ ખરાબ વાતો લખી રહ્યો છે. કેટલી વધારે ગંદી ગંદી વાતો લખી રહ્યો છે. આટલું ખરાબ વિચારે કેવી રીતે છે.’ ત્યારે પત્રકાર દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો.