વિવેક ઓબેરોય જલદી જ વિર કમાન્ડર અભિનંદન વર્ધમાન પર ફિલ્મ બનાવાનો છે.ફિલ્મનું શૂટિંગ જમ્મુ, કાશ્મીર દિલ્હી અને આગ્રામાં થવાની શક્યતા છે. આ વરસના અંતમાં ફિલ્મ ફ્લોર પર જાય તેવી યોજના છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર વિવેક ઓબેરોય ભજવે તેવી ચર્ચા છે. પરંતુ અભિનેતાએ આ બાબતે સ્પષ્ટતા કરી નથી.
વિંગ કમાન્ડર અભિનંદન પર ફિલ્મ બનાવાની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે અજય દેવગણ, અક્ષય કુમાર, વિકી કૌશલ અને રણવીર સિંહના નામ આવી ચુક્યા છે.
વિવેક ઓબેરોયને ફિલ્મ બનાવા માટે જરૂરી પરમિશન મળી ગઇ છે. ફિલ્મને હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં બનાવાની પ્લાનિંગ થઇ રહી છે.” એક પ્રાઉડ ભારતીય, એક દેશભક્ત અને ફિલમ ઇન્ડસ્ટ્રીના સભ્ય હોવાને નાતે મારું કર્તવ્ય છે કે આપણા સશક્ત બળ વિશે ભારતીયોને જણાવવું જોઇએ. ફિલ્મ અભિનંદન જેવા બહાદુર ઓફિસર્સોની ઉપલબ્દિઓને હાઇલાઇટકરશે. જે દુશ્મનોના ઘરમાં જઇને દરેક ભારતીયને ગર્વ ઠરાવ્યો. અમારા પર ભરોસો કરવા માટે ભારતીય વાયુસેનાનો હું આભાર માનું છું. અમે તેમની સાથે ન્યાય કરશું,” તેમ વિવેક ઓબેરોયે જણાવ્યું હતું.
એર સ્ટાઇક દરમિયાન અભિનંદન ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો. જ્યાંથી તેને છોડાવામાં આવ્યો હતો . છેક ૬૦ કલાક બાદ તે ભારત પહોંચ્યો હતો.