બાળ ગોપાલને અતિપ્રિય પંચામૃત બનાવવાની પરંપરાગત રીત અહીં જાણો

ધર્મદર્શન

જન્માષ્ટમીના પર્વ પર લોકો ફરી એકવાર ભક્તિમાં લીન થઈ જશે અને દરેક શહેર જાણે ગોકુલ બની જશે. કૃષ્ણ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડશે અને લોકો ઘરે તેમજ મંદિરે કૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપની પૂજા કરશે. ભગવાન શ્રીકૃષ્ણના અનેક નામ છે. તેમની જન્મભૂમિ વૃંદાવનમાં આ પર્વની અનેરી રોનક જોવા મળે છે.

જન્માષ્ટમીનો પર્વ ક્યારે ઉજવવો તે વાત તમે પણ વિચારતા હોય તો જાણી લો કે આ વર્ષે જન્માષ્ટમી 24 ઓગસ્ટના રોજ ઉજવાશે. જન્માષ્ટમી શ્રાવણ માસની આઠમના દિવસે ઉજવાય છે. હિંદૂ ધર્મમાં જન્માષ્ટમીનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ પર્વ પર લોકો કૃષ્ણ જન્મની કથા વાંચે છે અને ઉપવાસ કરે છે. આ દિવસે રાત્રે બાર કલાકે કૃષ્ણ ભગવાનના ભક્ત પંચામૃત ગ્રહણ કરી અને પોતાનું વ્રત પૂર્ણ કરે છે.

પંચામૃત બનાવવાની રીત

500 ગ્રામ દૂધ

1 કપ દહીં

4 તુલસીના પાન

1 ચમચી મધ

1 ચમચી ગંગાજળ

આ ઉપરાંત પંચામૃતમાં ચારોળી, મખાના, ઘી પણ ઉમેરી શકાય છે. પંચામૃત બનાવવા માટે એક પાત્રમાં દૂધ ઉમેરી ભગવાનનું નામ લેતા લેતા અન્ય સામગ્રી એક પછી એક ઉમેરતી જાવી અને તેને તુલસીના પાન સાથે ભગવાનને ધરાવવી.