બ્રાઝીલના એમેઝોન જંગલને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે કારણકે આ જંગલ ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંની હરિયાળીથી સમગ્ર દુનિયાને 20 ટકા જેટલો ઓક્સિજન મળી રહે છે. ચારે તરફ લીલીછમ હરિયાળી અને અલભ્ય પશુ-પક્ષીઓનો વસવાટ. એમેઝોનના જંગલોનો આ નજારો તમામ જંગલ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આહલાદક છે. દરેક વન્ય પ્રેમીની એક ઇચ્છા હોય કે તે એમેઝોનના જંગલોનો પ્રવાસ ખેડે. આ ઉપરાંત એમેઝોનના જંગલોની એવી પણ કેટલીક ખાસિયતો છે કે જેને જાણીને તમને પણ નવાઇ લાગશે. એમેઝોનનું જંગલ 55 લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ યુરોયીન યુનિયનના દેશોના ક્ષેત્રફળથી આશરે દોઢ ગણું મોટું છે.એમેઝોનના જંગલને દુનિયાનું ફેફસા કહેવામાં આવે છે.કારણ કે તે દુનિયામાં રહેલા ઓકસીઝનનો 20 ટકા હિસ્સો ઉત્સર્જિત કરે છે. એમેઝોનમાં 16 હજાર જુદા જુદા વૃક્ષોની પ્રજાતિ છે. અહીંયા આશરે 39 હજાર કરોડ વૃક્ષો છે.. તેમજ 25 લાખથી વધુ જુદા જુદા જીવ જંતુઓની પ્રજાતિ પણ મળી આવે છે. એમેઝોનના જંગલોમાં 400થી 500થી વધુ આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેમાંથી આશરે 50 ટકા આદિવાસી પ્રજાતિઓએ તો ક્યારેય પણ બહારની દુનિયાનો સંપર્ક પણ નથી કર્યો. એમેઝોનનું જંગલ પોતાના પેટાળમાં એવી બધી વસ્તુઓને સાચવીને બેઠું છે કે જે માનવ માટે હજુ પણ કોયડા સમાન છે. સાથે આ જંગલો જળવાયુને પણ નિયંત્રીત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.. વૈજ્ઞાનિકો મુજબ જો આ વન ક્ષેત્ર ખતમ થઇ જશે તો તેની દુનિયા ઉપર ખરાબ અસર પડશે.
