નમસ્તે ટ્રમ્પમાં ભીડ ભેગી કરવા ગામડેથી બસો ભરી લાવવાની ચિમકી, જો ખાલી બસ આવી તો…

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ તેના આખરી પડાવમાં છે ત્યારે તંત્ર દ્વારા લોકોને કહી દેવામાં આવ્યું છે કે, બસો ભરેલી જ આવવી જોઈએ. ખાલી બસો આવશે તો કાર્યકર્તાઓ ઉપર તવાઈ આવશે તેવી ધમકી આપવામાં આવી છે. આ તમામ વાતો વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, કોણ મોટુ ફેકું પીએમ મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પ. આ વિગતોને લઈન સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ટ્રમ્પ તરફથી એવી વાત વહેતી થઈ હતી કે, તેમનું સ્વાગત કરવા અમદાવાદમાં 1 કરોડ લોકો ઉભા હશે જ્યારે અમદાવાદની ટોટલ વસતી પણ એક કરોડ નથી.

  • બસમાં જ લોકોને પાણીની સુવિધા-નાસ્તો આપી દેવામાં આવશે
  • એસટી વિભાગની બસોના સુપરવાઈઝરને આપવામાં આવી
  • સ્ટેડિયમમાં લાવવા-લઇ જવા એસટી નિગમની 2200 બસ દોડશે

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ હવે મોટા ભાગે પૂરી થવામાં છે. આ કાર્યક્રમમાં લોકોને મોટેરા સ્ટેડિયમમાં લાવવા-લઇ જવા એસટી નિગમની 2200 બસ દોડશે. લોકોની ભીડ જળવાઈ રહે તે માટે બસ અર્ધી કે ખાલી નહિ લાવવાની સુપરવાઈઝરને સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

બસમાં જ લોકોને પાણીની સુવિધા-નાસ્તો આપી દેવામાં આવશે

સ્ટેડિયમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું અભિવાદન કરવા આવનારા લોકોએ તેમની સાથેની કોઈ પણ વસ્તુ તેમના વાહનમાં મૂકીને આવવું પડશે. બસમાં આવનારાઓએ બસમાં તેમનો સામાન મૂકી રાખવો પડશે. બસમાં જ લોકોને પાણીની સુવિધા-નાસ્તો આપી દેવામાં આવશે. લોકોએ તેમનું ઓળખકાર્ડ ફર‌િજયાત તેમની સાથે રાખવું પડશે.

એસટી વિભાગની બસોના સુપરવાઈઝરને આપવામાં આવી આ જવાબદારી

કાર્યક્રમ દરમિયાન લોકોને આવનજાવન કરવા દેવાશે નહિ. મુલાકાતીઓને એવી રીતે બેસાડવાના રહેશે કે ખાલી જગ્યા સ્ટેડિયમમાં પણ જોવા ન મળે. સુપરવાઇઝરોએ સ્ટેડિયમમાં પીવાના પાણી અને શૌચાલયની સુવિધા અને સ્થળની જાણ મુલાકાતીઓને કરવાની રહેશે. તમામ તકેદારી રાખવાની સૂચના એસટી વિભાગની બસોના સુપરવાઈઝરને આપવામાં આવી છે, જેનું તેમણે પાલન કરવાનું રહેશે.