10 દેશોમાં 100 સ્વામિનારાયણ મંદિર બનાવનારા અને 5 લાખ લોકોને વ્યસનમુક્ત કરાવનારા સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ના સંસ્થાપક પરમ પૂજ્ય બાપજી (દેવનંદનદાસજી સ્વામી)ને શનિવારે અંતિમ વિદાય અપાઈ હતી. પાલખી યાત્રા સ્વામિનારાયણ ધામથી નીકળી સ્વામિનારાયણ ધામ કેમ્પર્સમાં વેદિકા સ્થળે સંપન્ન થઈ હતી. બાપજી ગુરુવારે અંતર્ધ્યાન થયા હતા. 300 કિલો ચંદનના કાષ્ટ દ્વારા તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અંતિમ વિધિમાં આશરે 50 હજારથી વધુ હરિભક્તો આવ્યા હતા.

