વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સીને લઇને હવે રાજકારણ ગરમાયું છે. સામાન્ય રીતે ભારતીય ટીમની જર્સીનો રંગ બ્લૂ હોય છે પરંતું ઇગ્લેંડ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમ ભાગવા રંગની જર્સીમાં જોવા મળશે. જેનો ભારતમાં વિરોધ શરૂ થઇ ચૂક્યો છે. મહારાષ્ટ્રના મુસ્લિમ ધારાસભ્યોએ ટીમ ઇન્ડિયાની ભગવા રંગની જર્સી પર વાંધો રજૂ કર્યો છે.
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ઇગ્લેંડ સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરવાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના નેતા નસીમ ખાને કહ્યું કે, મોદી સરકાર જ્યારથી આવી છે ત્યારથી ભગવા રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ત્રિરંગાનું સમ્માન થવું જોઇએ પરંતુ આ સરકાર દરેક બાબતને ભગવાકરણ તરફ લઇ જઇ રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય એમએ ખાને કહ્યું કે, આ સરકાર દરેક બાબતને અલગ નજરથી જોવાની અને દેખાડવાની કોશિશ પુરા પાંચ વર્ષમાં કરી રહી છે. આ સરકાર ભગવાકરણ તર દેશને લઇ જવાનું કામ કરી રહી છે.
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના નેતા અબૂ આસિમ આઝમીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવા માંગે છે. ઝંડાના રંગને આપનારા મુસ્લિમ હતા. ત્રિરંગામાં બીજા પણ રંગો છે, માત્ર ભગવા જ કેમ? ત્રિરંગાના રંગમાં તેમની જર્સી હોય તો સારુ રહેશે.

