જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં એક આતંકવાદી હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થઇ ગયા છે, ત્રણ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યાં મુજબ એક આતંકવાદીએ ઠાર કરી દેવામાં આવ્યો છે. CRPFના સૂત્રોની જાણકારી મુજબ આ ઘટના ત્યારે થઇ જયારે કેપી જનરલ બસ સ્ટેન્ડ પાસે વાહનમાં બેઠેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું.
ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘાયલ જવાનોમાં CRPFના બે જવાન સહિત SHO અનંતનાગ અરશદ અહમદ અને એક મહિલા પણ સામેલ છે. મહિલાના પગમાં ગોળી વાગી છે. SHO અરશદ અહમદની વધુ સારવાર માટે શ્રીનગર લઇ જવામાં આવ્યા છે.
આતંકવાદી સંગઠન અલ ઉમર મુજજાહિદીને આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદી સંગઠને આ પ્રકારના હુમલા જારી રાખવાની ધમકી આપેલી છે.
જમ્મુ કાશ્મીરના પુલાવામાં 14 ફેબ્રુઆરીના રોજ એક ફિદાયીન હુમલો કરનારે CRPFના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.