કોરોનાના ઈલાજ માટે હાલના તબક્કે તો કોઈ રસી બજારમાં આવી નથી પરંતુ ભારત હવે બીસીજી( બેસિલસ કાલમેટ ગુએરિન)રસીથી કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ શકે છે કે કેમ તેનુ પરીક્ષણ શરુ કર્યુ છે. બીસીજીની રસી કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે, શું બીસીજીની રસી કોરોના વાયરસની સારવારમાં ઉપયોગી થઈ શકે છે કે કેમ તે માટે પાંચ મેડિકલ ઈન્સ્ટિટ્યુટમાં તેની ટ્રાયલ લેવાનુ નક્કી રકાયુ છે. જેને ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ લીલી ઝંડી આપી છે.
આ પાંચ ઈન્સ્ટિટ્યુટ પૈકી હરિયાણાના એક ઈન્સ્ટિટ્યુટમાં બીસીજી રસીનુ પરિક્ષણ 175 લોકો પર કરાશે. જેમાં ડોક્ટરસ નર્સ અને બીજો મેડિકલ સ્ટાફ તથા કોરોના પોઝિટિવ દર્દીના પરિવાજનો સામેલ છે. એ પછી 6 મહિના સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવા માં આવશે.
નિષ્ણાતોનુ કહેવુ છે કે, જ્યાં બીસીજીની રસી અપાતી નથી તેવા દેશો અમેરિકા, ઈટાલી સ્પેનમાં કોરોનાના દર્દીઓ અને મોત વધારે છે. જ્યારે બીસીજી રસી જ્યાં મુકાય છે તે બ્રાઝિલ અને જાપાન જેવા દેશોમાં મોતનો દર ઓછો છે. જોકે હજી સુધી બીસીજીની રસી કોરોના સામે લડી શકે છે તેવા કોઈ પૂરાવા મળ્યા નથી. તેના માટે જ આ ક્લિનિકલ ટ્રાયલ કરાવની જરુર છે.

