Live : ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં 58.99% મતદાન નોંધાયું

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

17મી લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યની તમામ 26 બેઠકો માટે કુલ 4 કરોડ 51 લાખથી વધુ મતદારો મતદાન કરશે. ભાજપ અને કોગ્રેસના તેમજ નાના પક્ષોના મળીને કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાંથી 18 વર્ષથી 19 વયની મતદારોની સંખ્યા દસ લાખથી વધારે છે. આ જ રીતે દિવ્યાંગોની સંખ્યાં દોઢ લાખથી વધારે છે.