યુએસ પ્રેસિન્ડેટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને ભારત આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ કાર્યક્રમોમાં આપવાના છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમ હાઉડી મોદીની જેમ અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાશે.
હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ, ટ્રમ્પ આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવનારા છે જોકે હજુ સુધી તારીખ ફાઇનલ થઇ નથી. આ ઘટના સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે, આ મુલાકાત એકલા રહેશે અને ત્રણ દિવસ સુધી રોકાશે. મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હી સિવાય, અમદાવાદની પણ મુલાકાત લેવાના છે. અમદાવાદ ખાતે હ્યુસટન જેવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડને મુખ્ય મહેમાન તરીકે ભારતે ટ્રમ્પને આમંત્રણ આપ્યું હતું પરંતુ સુનિશ્ચિત મુદ્દાઓને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ આવી શક્યા નહીં. ગત વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાની તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને તેમના પરિવાર સાથે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ગયા મહિને વોશિંગટન ખાતે મુલાકાત દરમિયાન યુએસ સરકારને સંદેશ આપ્યો હતો કે ભારત રાષ્ટ્રપતિ ટ્રમ્પને હોસ્ટ કરવાની રાહ જોઈ રહ્યું છે.

