છેલ્લા કેટલાક દિવસોથી ભારત-પાકિસ્તાનની ગુજરાત બોર્ડર ઉપર બન્ને બાજુથી અસામાન્ય હરકતો વધી છે, ત્યારે ગુજરાતની સીમાની સમીક્ષા કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)નાં વેસ્ટર્ન કમાન્ડના વડા એડીશનલ ડીજી બુધવારે કચ્છ આવ્યા હતા. તેમણે ગુજરાત સીમા સુરક્ષા દળનાં આઈજીને સાથે રાખીને ક્રિકમાં હરામી નાળા સહીતનાં સંવેદનશીલ અને વ્યૂહત્મક સ્થળોની મુલાકાત કરી હતી. સામે પાર પાકિસ્તાનમાં સિક્યોરિટીને લઇને સતત મિટિંગનાં દોર ચાલી રહ્યાં છે ત્યારે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત આર્મી તેમજ એરફોર્સનાં અધિકારીની ટીમ ગુજરાત-કચ્છની મુલાકાતને ડિફેન્સના જાણકારો મહત્વપુર્ણ માની રહ્યા છે. તેવામાં બુધવારે બીએસએફની પશ્ચિમી કમાન્ડના વડા એવા એડીશનલ ડીજી સુરેન્દ્ર પવાર કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ગુજરાત બીએસએફના વડા આઈજી જી.એસ. મલિક ઉપરાંત કચ્છ સેકટરનાં ડીઆઈજી તથા અન્ય અધિકારો પણ સાથે રહ્યા હતા. સીમા સુરક્ષા દળના ઉચ્ચ અધિકારઓની ટીમ દ્વારા કચ્છનાં ક્રિક એરિયાની, ખાસ કરીને હરામી નાળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ઈંસ્પેંકશન કરવામા આવ્યું હતું.

