લોકસભા ચૂંટણીમાં જીત પછી વડાપ્રધાન મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અમિત શાહની સાથે બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા. મોદીએ દીનદયાળ હસ્તકલા સંકુલમાં કહ્યું કે હું ભાજપ કાર્યકર્તાઓના આદેશનું પાલન કરું છું. તેમનો સંતોષ જ મારો જીવનમંત્ર છે. ચૂંટણીમાં કાશીને લઈને નિશ્ચિત હતો, તેથી જ બાબા કેદારનાથના દરબારમાં જઈને બેસી ગયો હતો. વારાણસી સીટથી બીજી વખત જીત પછી મોદીની આ પહેલી મુલાકાત છે. ઉમેદવારી પત્ર ભરવા સમયે તેઓએ રોડ શો કરીને કહ્યું હતું કે જીત મેળવ્યા પછી આભાર વ્યક્ત કરવા આવીશ.
મોદીએ કહ્યું, “પાર્ટી અને કાર્યકર્તા જે આદેશ કરે છે, તેનું પાલન કરવાનો ભરપૂર પ્રયાસ કરું છું. એક માસ પહેલાં જ્યારે 25 તારીખે હું અહીં હતો જે શાન-બાનની સાથે કાશીએ એક વિશ્વરૂપ દેખાડ્યું હતું. તેને આખા હિંદુસ્તાનને પ્રભાવિત કર્યુ હતું. હિંદુસ્તાનનો કોઈ ખૂણો એવો ન હતો જેને કાશીના મિજાજનો અનુભવ ન કર્યો હોય. કાર્યકર્તાઓએ મને આદેશ આપ્યો હતો કે એક મહિના સુધી તમે કાશીમાં પ્રવેશી નહીં શકો. દેશે ભલે જ પીએમ બનાવ્યાં હોય, પરંતુ તમારા માટે કાર્યકર્તા જ છું.”
મોદીએ કહ્યું કે 18-19 તારીખે મન થયું કે કાશી જતા રહીએ, પરંતુ તમે આદેશ આપ્યાં છે. આ બાબા નહીં તો બીજા કોઈ બાબા. લગભગ જ કોઈ ઉમેદવાર ચૂંટણી અને તેના પરિણામ પછી આટલા નિશ્ચિત હોય છે. તેનું કારણ મોદી નથી પરંતુ તમારો પરિશ્રમ છે. કાશીનો વિશ્વાસ છે. પરિણામ આવ્યા ત્યારે પણ નિશ્ચિત હતો. મોજની સાથે કેદારનાથમાં બાબાના ચરણોમાં જઈને બેસી ગયો હતો.
કાશીતો અવિનાશી છે. તમે લોકોએ આટલાં કાર્યક્રમો કર્યા, મને જાણકારી મળતી હતી. અહીં ચૂંટણીને લોકોત્સવ બનાવી દીધો હતો. સમગ્ર ચૂંટણી અભિયાનમાં કહી શકું છું કે તૂતૂ, મેંમેં પક્ષમાં ઓછો હતો, આપણાપણું વધારે હતું. આ ચૂંટણીમાં જે અલગ અલગ પક્ષ અને અપક્ષ ચૂંટણીમાં હતા, તેમનો પણ ધન્યવાદ કરું છું કે કાશીની ગરિમા મુજબ અભિયાન આગળ વધાર્યું.આ ચૂંટણીમાં કાર્યકર્તાઓની સાથે મળવાનું થયું તો મેં કહ્યું હતું કે અહીં ઉમેદવારી તો એક મોદીની થઈ પરંતુ ઘરે ઘરે અને ગલી ગલીએ નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે. એક પ્રકારથી તમે સૌ મોદી બની ગયા. આ સમગ્ર અભિયાનને તમે ચલાવ્યું.

