સુરતના અગ્નિકાંડમાં જાણો ક્લાસરૂમમાં ધુમાડાના ગોટેગોટા કેમ વળ્યા હતા

ગુજરાત

તક્ષશીલા આર્કેડમાં દાદર પાસે શોર્ટ ર્સિકટથી લાગેલી આગળ ટેરેસ ઉપરના ગેરકાયદે ડોમમાં ચાલતાં ક્લાસ સુધી પહોંચ્યા બાદ અચાનક વિકરાળ બની હતી. આ પાછળનું કારણ ક્લાસના સુશોભન માટે ઉપયોગમાં લેવાયેલી ટાયર જેવી વસ્તુઓ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.

તક્ષશીલા અગ્નિકાંડ અંગે પોલીસ, પાલિકા, ફાયર બ્રિગેડ અને એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાટા ક્લાસમાં આગ વધુ વિકરાળ કંઇ રીતે બની એ મુદ્દો તપાસનો વિષય બન્યો છે. ક્લાસમાં ડેકોરેશનમાં ઉયપોગમાં લેવાયેલા સાધનો જ વિદ્યાર્થીઓે માટે જીવલેણ સાબિત થયાં હોવાનું સ્વજનોનું કહેવું છે.

અહીં વિદ્યાર્થીઓ માટે વાહનોનો ટાયરમાંથી સ્ટાઇલિશ ખુરશી અને ટેબલો બનાવી મુકાયા હતા. જ્યારે થર્મોકોલ સહિતની સામગ્રીથી આખો હોલ ડેકોરેટ કરાયેલો હતો. પરંતુ ફાયર સેફ્ટીના નામે મીંડું હતું. દરમિયાન શુક્રવારે આગ ફાટી નીકળતા હોલ પણ લપેટમાં સપાડાયો હતો.

જેને પગલે ડેકોરેટ કરેલી સાધન સામગ્રી અને ટાયરમાંથી બનાવેયલી ખુરશી અને ટેબલ સળગવા સાથે ધૂમાડો થયો હતો. જેને પગલે લીધે બાળકો ગૂંગળાવા સાથે ત્યાં જ ઢળી પડયા હતા.