પત્ની ઋતિકની ફેન હોવાથી ઈર્ષામાં પતિએ તેની હત્યા કરી, પોતે પણ આત્મહત્યા કરી લીધી

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકામાં મૂળ ભારતીય એક વ્યક્તિએ તેની પત્નીની ચાકુ વડે હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ આત્મહત્યા કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ડેને ડોઝોય(27) ભારતીય અભિનેતા ઋતિક રોશનને પસંદ કરતી હતી. પતિ દિનેશ્વર બુધિદાત આ વાતથી નારાજ હતો અને આ વાતથી હેરાન થઈને તેને ડેઝોયની હત્યા કરી દીધી હતી. દિનેશ્વર બારટેન્ડરનું કામ કરતો હતો.

ડેઝોયની મિત્ર માલા રામધનીએ જણાવ્યું કે, દિનેશ્વરને તેની પત્નીની ઈર્ષ્યા આવતી હતી, કારણ કે તે અભિનેતા ઋતિક રોશનની ફેન હતી. તેને મને જણાવ્યું હતું જ્યારે પણ તે ઘરમાં ઋતિકની ફિલ્મો અથવા ડાન્સ જોતી તો, પતિ તેને બંધ કરાવી દેતો. દિનેશ્વરને આ ગમતું ન હતું.

‘પત્નીની હત્યાની જાણકારી સાળીને મેસેજમાં આપી હતી’
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ડેઝોય આ બધાથી હેરાન થઈને એપાર્ટમેન્ટની બહાર માંગતી હતી પણ પતિ સાથે થોડો સમય વિતાવવા માટે રોકાઈ ગઈ હતી. સાંજે બુધિદાતે પત્નીની બહેનને મેસેજ કરીને જણાવ્યું કે, તેને ડેઝોયની હત્યા કરી નાંખી છે અને ઘરની ચાવી એપાર્ટમેન્ટમાં છોડના નીચે રાખી દીધી છે. ત્યારબાદ તેને પાર્કમાં જઈને પોતાને પણ ફાંસી લગાવી લીધી હતી.

જુલાઈમાં લગ્ન બાદથી બન્ને વચ્ચે સંબંધ બગડ્યા હતા
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, દિનેશ્વરના આ વર્ષે જુલાઈમાં લગ્ન થયા હતા અને તેના એક સપ્તાહ બાદ જ તે તેની પત્નીને ત્રાસ આપી રહ્યો હતો. ડેઝોય દેખાવમાં સારી હતી અને વધારે પૈસા કમાવવા માંગતી હતી. ડેઝોય તેના મિત્રોને કહેતી હતી કે, તે તેના પતિને પ્રેમ કરે છે અને તેના ગુસ્સાને ગંભીરતાથી નથી લેતી.