Reliance Jio GigaFiberની રાહ હવે વધારે નથી જોવાની. કંપની એક વર્ષથી દેશના કેટલાક શહેરોમાં સર્વિસની ટેસ્ટિંગ કરી રહી હતી. જિયો ગીગાફાયબર પોતાના યૂઝર્સને હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સાથે સ્માર્ટ હોમ કનેક્ટિવિટી અને જિયો ટીવી જેવી ઘણી સર્વિસ ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. કંપની જિયો ગીગાફાયબરને કમર્શિયલ લોન્ચથી પહેલા તેને સારી રીતે ટેસ્ટ કરવા માંગે છે. તાજેતરમાં એક ઈવેન્ટમાં રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ ચેરમેન મુકેશ અંબાણએ પણ કહ્યું હતુ કે જિયો ગીગાફાયબરનું બીટા ટ્રાયલ સફળતા પૂર્વક પૂરુ થઈ ગયું છે અને હવે આ કરોડો ભારતીય યૂઝર્સને સ્માર્ટ ટેકનોલોજી આપવા તૈયાર છે.
દર વર્ષે થનારી રિલાયંસની એન્યૂઅલ જનરલ મીટિંગ આ વર્ષે 12 ઓગષ્ટે થશે. માનવામાં આવી રહ્યું છે કે રિલાયંસ આ મીટિંગમાં જિયો ગીગાફાયબરના કમર્શિયલ લોન્ચની ઘોષણા કરી શકે છે. સાથે જ આશા કરવામાં આવી રહી છે કે રિલાયંસ કાલે જ એન્ડ્રોઈડ ગો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરનાર નવા ફીચર સ્માર્ટફોન JioPhone 3ને લોન્ચ કરી શકે છે. એટલું જ નહીં કંપની કાલે મીટિંગમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT) સેગમેન્ટ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.
જિયો ગીગાફાયબરના કનેક્શનને કંપનીએ ટ્રાયલ દરમિયાન 4,500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ સાથે ઉપલબ્ધ કરાવી હતી. જો કે હવે કંપનીએ આની કિંમતને ઓછી કરીને 2,500 રૂપિયા કરી દીધા છે.
હાલમાં રિલાયંસમાં ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલનું એક નવું વર્ઝન ખરીદ્યુ છે જેનાથી કંપનીને જિયો ગીગાફાયબરના કનેક્શન કોસ્ટને ઓછા કરવામાં સરળતા રહી છે. નવા ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલની ખાસિયત છે કે તેનાથી એક જ કનેક્શન પર બ્રોડબેન્ડ, વોઈસ કોલિંગ અને આઈપીટીવીની મજા લઈ શકાય છે.
સબસ્ક્રિપ્શનની વાત કરવામાં આવે તો ગીગાફાયબરના સબસ્ક્રિપ્શનની શરૂઆત 600 રૂપિયા પ્રતિમાસથી થશે. તેમાં યૂઝર્સને 50Mbpsની સ્પીડ સાથે 100GB ડેટા મળશે. ડેટા બેનિફિટ સિવાય આ પ્લાનમાં લેન્ડલાઈન માટે કોમ્પ્લિમેંટ્રી ફ્રી કોલિંગ પણ ઓફર કરાવવામાં આવશે. મોંઘા પ્લાનની વાત કરવામાં આવે તો તેની કિંમત 1,000 રૂપિયા કે તેનાથી વધારે પણ હોઈ શકે છે.

