જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયાં હતા. ત્યારબાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જઈને આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના કેમ્પ પર બૉમ્બ વર્ષ કરી દીધી હતી. ભારતીય વાયુસેનાએ આ એર સ્ટ્રાઇકને ખુબ જ ગુપ્ત રાખી હતી અને આ ગુપ્ત મિશનને એક કોડનેમ આપવામાં આવ્યું હતું અને તે હતું- ઓપરેશન બંદર
માનવામાં આવી રહી રહ્યું છે આ ઓપરેશનનું નામ હનુમાનજીના નામ પરથી ઓપરેશન બંદર રાખવામાં આવ્યું હતું. જેવી રીતે રાવણની લંકામાં હનુમાનજી ઘૂસીને લંકા દહન કર્યું હતું તેવી રીતે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘુસપેઠ કરીને આતંકીઓના કેમ્પ પર બૉમ્બ વર્ષા કરી હતી. રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જૈશના ખુબ જ ગુપ્ત એવા સ્થળે વાયુ સેનાએ દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ ઓપરેશનની ગુપ્તતાને જાળવવા માટે આ ઓપરેશનને કોડનેમ “ઓપરેશન બંદર “આપવામાં આવ્યું હતું.
ઓપરેશન બંદર એટલું ગોપનીય રાખવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને સહેજેય તેની જાણ ન થાય. ભારતીય વાયુ સેનાના મિરાજ વિમાન પોતાના મિશનને જ્યાં સુધી પૂરું કરીને ભારત ન પહોંચે ત્યાં સુધી તેની સહેજ્ય જાણ પાકિસ્તાનને ન થાય તે રીતે મિશન પાર પાડવામાં આવ્યું હતું. જયારે પાકિસ્તાનને આની જાણ થઇ ત્યારે પાકિસ્તાન ચોંકી ગયું હતું. ત્યારબાદ ભારતીય ક્ષેત્રમાં હવાઈ હુમલો પાકિસ્તાને કર્યો હતો અને ભારતીય વાયુસેનાએ તેનો વળતો જવાબ પણ કડક રીતે આપ્યો હતો.
આ હવાઇ હુમલામાં ભારતીય વાયુસેનાએ અમેરિકન બનાવટનું એફ-16 વિમાન તોડી પાડ્યું હતું આ દરમિયાન ભારતીય વાયુ સેનાનું મિગ-21 પણ શિર્કર બની ગયું હતું અને આ વિમાનને ઉડાવનારા પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના વિસ્તારમાં પહોંચી ગયા હતા. પાકિસ્તાનીઓએ ત્યાં તેમની પર હુમલો કર્યો હતો અને પાકિસ્તાની સેનાએ તેમને પકડી પાડ્યા હતાં. પરંતુ ભારતના પ્રેશરના કારણે પાકિસ્તાનને ઝુકવુ પડ્યું હતું અને વિંગ કમાન્ડરને છોડવા પડ્યા હતા.
ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણ દરમિયાન પણ બાલાકોટ એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. તેમને જણાવ્યું, ભારતે પહેલા સર્જીકલ સ્ટ્રાઇક અને હવે પુલાવામાં આતંકી હુમલા બાદ કરવામાં આવેલી એર સ્ટ્રાઇકથી પોતાની ક્ષમતાનો પરિચય દેશ વાસીઓ અને દુનિયાને આપ્યો છે.