એરિક્સન કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલી ઘટાડવામાં મુકેશ અંબાણીએ મદદ કરી છે. બાદમાં અનિલ અંબાણીએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો આભાર પણ માન્યો. ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીની જુદી જુદી કંપનીઓ પર 48 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. સામે તેમની કંપનીઓની માર્કેટ વેલ્યુ માત્ર 26,251 કરોડ રૂપિયા જ છે. 2002માં રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીના નિધન સમયે રિલાયન્સ ગ્રુપની માર્કેટ કેપ 28,500 કરોડ હતી. 2005માં બંને અંબાણી બ્રધર્સ વચ્ચે ભાગલા થયા બાદ અનિલ અંબાણીની સંપત્તિ સતત ઘટી છે.
રિલાયન્સ ગ્રુપના ભાગલા પડ્યા પહેલા બંને ભાઈઓની કુલ સંપત્તિ 6.4 અબજ જ઼લર હતી. પરંતુ ભાગલા પડ્યા બાદ બંને વચ્ચે આસમાન જમીનનો ફરક આવ્યો છે. ભાગલા બાદ અનિલ અંબાણી 14.8 અબજ ડૉલરની નેટવર્થ સાથે 2006માં દેશના ત્રીજા સૌથી પૈસાદર વ્યક્તિ હતા. માર્ચ 2008માં અનિલ અંબાણી ગ્રુપની ટોટલ નેટવર્થ 2.36 કરોડ રૂપિયા હતી. બાદમાં અનિલ અંબાણીએ પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કર્યું અને સરકારી બેન્કો પાસેથી લોન લીધી. પરંતુ 2009માં તેમની કંપનીની વેલ્યુ ઘટીને 80 હજાર કરોડ થઈ ગઈ. માર્ચ 2010માં કંપનીની માર્કેટ કેપ 1લાખ કરોડને પાર ગઈ. પરંતુ 2011માં ટુજી સ્પેક્ટ્રમમાં અનિલ અંબાણીનું નામ ઉછળ્યા બાદ સતત તેમની કંપનીની માર્કેટ કેપ ઘટી છે.
2002માં અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફોકોમે CDMA ટેક્નોલોજી પર ધ્યાન આપ્યું હતું, જે તે સમયે સૌથી સફળ હતી. જો કે તે ટુજી અને થ્રીજીમાં જ સપોર્ટ કરતી હતી. જ્યારે ભારતમાં 4જી આવ્યું ત્યારે આર કોમની CDMA સર્વિસ બંધ થઈ ગઈ. જો કે તેમ છતાંય 2014માં અનિલ અંબાણ ગ્રુપનું વેલ્યુએશન વધીને 66 હજાર કરોડ રૂપિયા થયું. જો કે હાલ તે ઘટીને અડધે પહોંચી ચુક્યુ છે.