પાર્ટી નેતાઓની મુંબઈમાં બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શુક્રવારના રોજ કહ્યું હતું,મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈપણ સરકારનું ગઠન સંભવ નથી. ભાજપને સૌથી વધારે 1.42 કરોડ વોટ મળ્યા છે. સૌથી વધારે વોટ ભાજપને મળ્યા બાદ NCPને મળ્યા છે. બે નવેમ્બર અને નવેમ્બર વન વચ્ચે લાબું અંતર છે. પાટીલે કહ્યું હતું, કોંગ્રેસ અને એનસીપી મળીને 100નો આંકડો પાર કરી શક્યું નથી. ભાજપની પાસે 119 ધારાસભ્યોનું સમર્થન છે. એવામાં ભાજપ વિના કોઈ સરકાર બની શકે તેમ શક્ય નથી.
એક તરફ જ્યાં મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને કોંગ્રેસ-એનસીપી અને શિવસેના વચ્ચે મથામણ ચાલી રહી છે ત્યાં બીજી તરફ ઉદ્ધવ ઠાકરે દાડમની ખેતી કરનારા ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે સાંગલી પહોંચ્યા હતા. ઠાકરેએ સાંગલી જિલ્લાના વિટામાં કમોસમી વરસાદને લઈને થનારા નુકસાનની સમીક્ષા કરી હતી.
મહારાષ્ટ્ર સરકારના ગઠનને લઈને ફસાયેલા પેચમાં એકાએક દરેક નેતાઓને ખેડૂતોની યાદ આવી ગઈ હતી. આ સિલસિલામાં શરદ પવાર નાગપુરની મુલાકાતે છે અને ઉદ્ધવ ઠાકરે સાંગલી જઈને હવે ખેડૂતો સાથે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.