ચિરાગ પટેલની નિર્મમ હત્યાને પાંચ દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદની પ્રાદેશિક ચેનલના પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યાને પાંચ દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ હવામાં બાચકા ભરી રહી છે. જ્યારે દેશની ચોથી જાગીર એવા પત્રકારો સુરક્ષિત વાતાવરણમાં પોતાની ફરજ ન બજાવી શકે ત્યારે લોકશાહી ઉપર ખતરો ઉભો થવો સ્વાભાવિક છે. આજે વડોદરા શહેર અને જિલ્લાના પત્રકારો એ મોટી સંખ્યામાં એકત્રિત થઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ વિશાલ રેલી યોજીને પત્રકાર એકતાને ઉજાગર કરી હતી .