નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે ધરપકડ કરાઈ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રોડો રૂપિયાના કથિત કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઈ છે. યુકેના હૉલબૉર્નમાં ભારતીય તંત્રના બદલે નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હોવાનું યુકેની ‘મેટ્રોપૉલિટન પોલીસ સર્વિસ’ના ઇન્ફૉર્મેશન ઑફિસર સમંથા ચાર્લ્સ ડી’ક્રુઝે બીબીસીને જણાવ્યું છે. બીબીસી સંવાદદાતા ગગન સબરવાલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા એ વખતે મેટ્રૉપોલિટન પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.