પાકિસ્તાને સમજૌતા બ્લાસ્ટના આરોપીને છોડી મૂકવાના મામલે સખત વિરોધ નોંધાવ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સમજૌતા બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ એનઆઈએ અદાલતે બુધવારે તમામ ચાર આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે. અસીમાનંદ સિવાય આ મામલામાં લોકશ શર્મા, કમલ ચૌહાણ અને રાજિંદર ચૌધરી પણ આરોપીઓ હતા. પાકિસ્તાને સમજૌતા બ્લાસ્ટના આરોપીને છોડી મૂકવાના મામલે સખત વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે બ્લાસ્ટનાં 11 વર્ષ બાદ પણ તમામ આરોપીઓનું નિર્દોષ જાહેર થવું એ વાત સાબિત કરે છે કે ભારતીય અદાલતોની વિશ્વનિયતા કેટલી ઓછી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇસ્લામાબાદ સ્થિતિ ભારતીય હાઈકમિશનરને પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની ઑફિસ બોલાવીને પાકિસ્તાને પોતાની નારાજગી જણાવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, “પાકિસ્તાને હંમેશાં આ કેસ વિશે ભારતને અમારી ચિંતાઓ વિશે જાણ કરી છે. આ કેસમાં ખાસ કોઈ પ્રગતિ થઈ નથી અને ભારત જાણી જોઈને આ મામલે જવાબદાર લોકોની મદદ કરી રહ્યું છે. જેમાં 44 નિર્દોષ પાકિસ્તાની નાગરિકનાં મોત થયાં હતાં.”