સેલેરી સ્લીપ 18 લાખ રૂપિયા મહિને કમાઈ રહ્યો હતો નીરવ મોદી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

13 હજાર કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની બુધવારે લંડનમાં ધરપકડ કરી લેવામાં આવી. નીરવ મોદીની ધરપકડ બાદ પોલિસે તેને કોર્ટમાં હાજર કર્યો જ્યાંથી તેને 29 માર્ચ સુધી જેલ મોકલી દેવામાં આવ્યો. નીરવ મોદીએ જો કે કોર્ટમાં પોતાની જામીન અરજી કરી દીધીહતી પરંતુ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દઈને કહ્યુ કે કેસ છેતરપિંડીનો છે અને આરોપીના ભાગી જવાનો ડર છે એટલા માટે તેને જામીન આપી શકાય નહિ. કોર્ટે બચાવ પક્ષ તરફથી આપેલા પાંચ લાખ પાઉન્ડ સિક્યોરિટીના પ્રસ્તાવને નામંજૂર કરી દીધા. સુનાવણી દરમિયાન નીરવ મોદીએ કોર્ટને એ પણ જણાવ્યુ કે લંડનમાં રહીને તે કેટલા રૂપિયા મહિને સેલેરી મેળવી રહ્યો છે. લંડનમાં રહીને કેટલા રૂપિયા મહિના કમાઈ રહ્યો હતો નીરવ મોદી, બતાવી સેલેરી સ્લીપ 18 લાખ રૂપિયા મહિને કમાઈ રહ્યો હતો નીરવ મોદી