થાઇલેન્ડના રાજાએ રાજ્યાભિષેક પહેલાં પોતાની બોડી ગાર્ડ સાથે લગ્ન કરી લીધા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

થાઇલેન્ડના રાજા મહા વઝીરાલોંગકોર્ને તેમના રાજ્યાભિષેકના થોડા દિવસો પહેંલા જ આશ્ચર્યજનક રીતે તેમના અંંગ રક્ષકોના દળની નાયબ વડા સાથે લગ્ન કરી લીધા હતા અને નવી રાણીને સુધીદા નામ પણ આપી દીધું હતું. રોયલ ગેઝેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી અને તમામ થાઇ ટીવી ચેનલોમાં દર્શાવવામાં આવતા રોયલ ન્યુઝમાં બંનેના ફોટા પણ પ્રસિધ્ધ કર્યા હતા તેમજ લગ્નના ફુટેજ પણ દેખાડયા હતા.

કિંગ રામા એક્સ તરીકે પણ ઓળખાતા ૬૬ વર્ષના વઝીરાલોંગકોર્ન તેમના પિતા રાજા ભૂમબોલ અદુલ્યાદાજેના ઓકટોબર, ૨૦૧૬માં અવસાન પછી બંધારણીય વડા બની ગયા હતા.તેઓ ૭૦ વર્ષ સુધી રાજા તરીકે રહ્યા હતા.શનિવારે એક ભવ્ય બોધ્ધ અને બ્રાહ્મણ વિધિમાં તેમને સત્તાવાર રીતે તાજ પહેરાવવામાં આવશે ત્યારે પછી બીજા દિવસે સરધસ કાઢવામાં આવશે.

વર્ષ ૨૦૧૪માં વઝીરાલોંગકર્માએ થાઇ એરની પૂર્વ ફાલાઇટ અટેન્ડન્ટ સુધીદા તિદજાઇને તેમના અંગત રક્ષકોના એકમમાં નાયબ કમાન્ડર તરીકે નિમી હતી. કેટલાક રોયલ જાણકારો અને વિદેશી માધ્યમોએ સુધીદાને રાજા સાથે પ્રેમ કરતી હોવાનું કહ્યું હતું.પરંતુ પેલેસે ક્યારે પણ બંને વચ્ચેના સબંધનો સ્વીકાર કર્યો નહતો. રાજાએ સુધીદાને ડીસેમ્બર ૨૦૧૬માં રોયલ થાઇ સેનાની સંપૂર્ણ સ્તરની જનરલ અને ૨૦૧૭માં રાજાના અંગત રક્ષકોની કમાન્ડર બનાવી દીધી હતી. ઉપરાંત તેને થાનપુઇંગ એટલે કે શાહી મહિલા પણ બનાવી હતી.