ફાની વાવાઝોડાને અનુલક્ષીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી 48 કલાક સુધી પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્ કરી દીધી છે. મમતા બેનરજી આજે અને આવતીકાલે દરિયા કિનારા પાસે ખડગપુર ખાતે રોકાશે અને પરિસ્થિતિની જાતે દેખરેખ રાખશે.
પશ્ચિમ બંગાળની તમામ સરકારી શાળાઓમાં આજથી ઉનાળાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ફાની વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રજાઓ વહેલી આપી દેવામાં આવી છે. કોલકાતા એરપોર્ટ પણ આજે રાતે 9:30 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
રાહત અને બચાવ કાર્ય માટે ઓડિશા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, આંદામાન, ઝારખંડ અને કેરળમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં પાર્ટી કાર્યકરોને વાવાઝોડાના અસરગ્રસ્તોને મદદ કરવાનું કહ્યું છે.

