લખતર તાલુકા ભાજપ પ્રમુખનું અમદાવાદ પાસે કાર અકસ્માતમાં મોત, 2 બાળકો સહિત 5 ઘાયલ

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

અમદાવાદ પાસે વિરમગામ અને સાણંદ વચ્ચેના હાઈવે પર જખવાડા ગામ આવેલું છે ત્યાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. ધડાકા સાથે અથડાયેલી બંને કારના આગળના ભાગનો કુચડો વળી ગયો હતો. અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું જેની ઓળખ લખતર તાલુકા ભાજપ પ્રુમખ તરીકે થઈ હતી. તેમનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું છે. અન્ય કારમાં 2 બાળકો સહિત 5 લોકોને ઈજાઓ થઈ છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ અજીતસિંહ રાણા હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.