પોલીસ કસ્ટડીમાં પણ છબીલ પટેલને મોતનો ડર

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

છબીલ પટેલે જયંતિ ભાનુશાળીનો કાંટો કાયમ માટે કાઢી નાખ્યો હતો, પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પોલીસ કસ્ટડીમં રહેલા છબીલ પટેલ પણને પણ ખુદને મોતનો ભય લાગી રહ્યો છે. છબીલ પટેલની પુછપરછ કરી રહેલા પોલીસ અધિકારી જ્યારે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉના નામનો ઉલ્લેખ કરે છે તેની સાથે છબીલ મોંઢુ બંધ કરી લે છે અને ચહેરા ઉપર ડર દોડી આવે છે. છબીલ પટેલ માને છે કે સુરજીતની ધરપકડ થઈ તો ગમે ત્યારે સુરજીત છબીલની પણ હત્યા કરાવી નાખશે એટલે જયારે સુુરજીતના નામનો ઉલ્લેખ આવતા છબીલ પટેલ બોલી ઉઠે છે કે આ કેસમાં મનિષા અને સુરજીતને લઈ લેવા દેવા નથી. આમ છબીલના ચહેરા ઉપર પોલીસ સુરજીતનો ખૌફ જોઈ શકે છે. જો કે પોલીસ પાસે પુરતા પુરાવા છે તેમાં સુરજીત દ્વારા છબીલ પટેલને હત્યારાઓ સાથે મિટીંગ કરાવી આપવામાં આવી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યુ કે સુરજીતે મહારાષ્ટ્રની મોટી ગેંગો અને મહારાષ્ટ્રના અનેક મોટા નેતાઓ સાથે પોતાને સંબંધ હોવાની એક છબી લોકોમાં ઉભી કરી છે જેના કારણે સામાન્ય લોકો સુરજીત સામે ફરિયાદ કરવાની અથવા તેના અંગે બોલવાની હિમંત કરતા નથી, આ જ પ્રકારના હાઉનો શિકાર છબીલ પટેલ પણ થઈ ગયો છે. હવે સ્થિતિ એવી છે કે જયંતિની હત્યા કરાવનાર છબીલ ખુદને હવે સુરજીત ભાઉ તેને મરાવી નાખશે તેવો ડર લાગી રહ્યો છે કદાચ આ ડરને કર્મનો સિધ્ધાંત કહેવામાં આવતો હશે.