તમિલનાડૂ: કુખ્યાત ડાકૂ વીરપ્પનની પુત્રી વિદ્યા રાની ભાજપમાં જોડાઇ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કુખ્યાત ડાકૂ વીરપ્પનની પુત્રી વિધ્યા રાની શનિવારે બીજેપી સાથે જોડાઇ છે. કૃષ્ણગિરીમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીધર રાવ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધાકૃષ્ણન સહિત અન્ય નેતાઓની હાજરીમાં વિદ્યા સહિત અનેક લોકો પાર્ટીમાં સામેલ થયા હતા. 

બીજેપી સાથે જોડાયા પછી ચંદન દાણચોર વીરપ્પનની પુત્રીએ કહ્યું કે હું ગરીબો અને પછાત લોકો માટે કામ કરવા માંગુ છું. પીએમ મોદીની યોજનાઓ લોકો માટે છે અને તેને લોકો સુધી પહોંચાડવા માંગુ છું.  

ઉલ્લેખનીય છે કે વીરપ્પન કુખ્યાત આરોપી હતો અને તેનો આતંક કર્ણાટક અને તમિલનાડૂમાં ફેલાયેલો હતો. દક્ષિણ ભારતના જંગલ વીરપ્પનના તાબે હતા. જંગલોમાં રહીને વીરપ્પન હાથી દાંત અને ચંદનની ખુલ્લેઆમ દાણચોરી કરતો હતો. 

ડાકૂ વીરપ્પન પર પોલીસ કર્મચારીઓની હત્યાના આરોપ પણ હતા. તેના આતંકનો અંત આણવા માટે તમિલનાડૂ વિશેષ કાર્ય દળે 2004માં મોતને ઘાટ ઉતાર્યો હતો.