નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવતા એક બાદ એક સાધકો નિત્યાનંદનો ભૂતિયો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ આશ્રમ છોડી ભાગી હતી. ત્યારે વધુ એક સાધકે આશ્રમ છોડ્યો છે.
ત્રણ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી
અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદ બાદ DPSના બે ટ્રસ્ટીઓ અને પૂર્વ પ્રિન્સિપલ વિરુદ્ધ વિવેકાનંદ નગર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂજા મંજુલા શ્રોફ,હિતેન વસંત અને અનિતા દુવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. જેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમણે ખાનગી વ્યક્તિના નામે જમીન હોવા છતાં ટ્રસ્ટની દર્શાવી હતી. આ હિતેન વસંતે 2009 માં અને પૂજા મંજુલા શ્રોફે 2012 માં બોગાસ દસ્તાવેજો ઉભા કર્યા હતા. ત્યારે આ મામલે પોલીસ પણ હરકતમા આવી છે.

