વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિએ સાંજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, રાત્રે દિલ્હી જશે

ગુજરાત મુખ્ય સમાચાર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.તેઓ સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ આવશે અને રાત્રે સવા નવ વાગ્યે દિલ્હી રવાના થશે.

વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

5.30 સ્ટેજ પ્રોગ્રામ એરપોર્ટ પર
6.15 વાગે સાબરમતી આશ્રમમાં ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે
6.50 વાગે પ્રધાનમંત્રી મોદી રિવરફ્રન્ટ પર આવશે
8.40 GMDC ગ્રાઉન્ડ જશે
9.10 સુધી કાર્યક્રમ ચાલશે
અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે