એક જ ટોયલેટનો યુઝ કરવાથી એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકોને થયો કોરોના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દિલ્હીમાં ગીચ વસતી ધરાવતા કાપસહેડા વિસ્તારમાં એક જ બિલ્ડીંગમાં રહેતા 41 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર ઉપર નીચે થઈ ગયુ છે.

હવે દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કલેક્ટર રાહુલ સિંહે આની પાછળના કારણનો ખુલાસો કરતા કહ્યુ છે કે, આ તમામ લોકો એક જ ટોયલેટનો ઉપયોગ કરતા હતા. અને શક્ય છે કે, તેના કારણે જ આ તમામ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા.

કાપસહેડા અત્યંત ગીચ વસતી ધરાવતો વિસ્તાર છે. જ્યાં નાના નાના મકાનોમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. 19 એપ્રિલે આ બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.એ પછી ઈમારત સીલ કરી દેવામાં આવી હતી. અહીં રહેનારા તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શનિવારે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તંત્રના હોશ ઉડી ગયા હતા. કારણકે બિલ્ડિંગમાં રહેતા 41 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાહ તા.

આ વિસ્તારમાં પ્રવાસી મજૂરોની મોટી વસતી છે. જે દિલ્હી ગુરુગ્રામ વિસ્તારમાં આવેલી ફેકટરીઓમાં કામ કરે છે. અહીંની સાંકડી ગલીઓમાં આવેલા એક એક મકાનોમાં ડઝનબંધ લોકો રહેતા હોવાથી વસતીની ગીચતા વધારે છે. આ વિસ્તારમાં સવા લાખ લોકોની વસતી હોવાનુ અનુમાન છે. આ સંજોગોમાં એક જ બિલ્ડીંગમાં 41 લોકો કોરોના પોઝિટિવ હોવાના કારણે તંત્રનુ ટેન્શન વધી ગયુ છે.