ફુલસ્પીડે વાહન ચલાવનાર નબીરાઓ મર્યા સમજો, પોલીસ કમિશ્નરે જાહેર કર્યો પરિપત્ર

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગયો છે સાથે સાથે અકસ્માતની સંખ્યા પણ વધી છે. ત્યારે તંત્ર પણ ટ્રાફિક અને અકસ્માત ઓછા થાય એ માટે મથામણ કરી રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે અકસ્માત ઉપર નિયંત્રણ લાવવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્ર પ્રમાણે ફોર વ્હીલર સહિતના તમામ પ્રકારના વાહનો કેટલી સ્પિડમાં ચાલશે એની માહિતી આપી છે. પોલીસ કમિશ્નર એ.કે.સિંઘના જાહેરનામા પ્રમાણે મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ની કલમ ૧૧૨ (૨) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હદમાં આવતા એક્સપ્રેસ-વે, નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તથા શહેરમાંના અન્ય માર્ગ ઉપર પસાર થતાં વાહનો અકસ્માતો ઘટાડવા અને વધારે ગતીવાળા વાહનોના અકસ્માતથી થતી ઇજા-નુકસાનની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી અને મુસાફરી કરતાં નાગરીકો સહીત જાહેર જનતાને સુરક્ષા પ્રદાનન કરવા હેતુસર વાહનોની ગતી મર્યાદા સંબંધે હુમક કરવામાં આવ્યો છે. હુકમ પ્રમાણે ભારે અને મધ્યમ વાહનો દ્વારા ગતિ મર્યાદા ૪૦ કિલોમિટર પ્રતિ કલાક, ફોર વ્હીલર ૬૦ કિમી પ્રતિ કલાક, થ્રી વ્હીલર ૪૦ કિમી પ્રતિ કલાક અને ટુ વ્હીલર ૫૦ કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત આ જાહેરનામાની જોગવાઇ એમ્બ્યુલન્સ, મેડિકલ ઇમર્જન્સી સંલગ્ન વાહનો, પોલીસ સુરક્ષામાં કોન્વોય પ્રવાસરૂપે કરી રહેલા સુરક્ષીત મહાનુભાવોના વાહનો, ફાયર ફાયટર, ઇમરજન્સી સર્વિસમાં રોકાયેલા પોલીસ વહીવટીતંત્રના વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનું ઉલ્લંઘન કરનાર મોટર વ્હીકલ એક્ટ 1988 કલન -183 (1),(2), 184 અને IPC-188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.