દેશમાં 2021ની વસતી ગણતરી મોબાઇલ એપથી થશે : અમિત શાહ

મુખ્ય સમાચાર રાજકીય

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક ખાતા, ડ્રાઇવિંગ લાઇસેંસ વગેરે માટે એક જ કાર્ડ લાવવામાં આવશે. સાથે જ 2021માં દેશની વસતી ગણતરી કરવામાં આવશે તેના માટે ડિજિટલ સાધનોનો વધુ ઉપયોગ કરાશે અને આ માટે એક વિશેષ મોબાઇલ એપ્લિકેશનને પણ લોંચ કરવામાં આવશે. સરકાર બધા કાર્ડ માટે આધાર કાર્ડ લાવી હતી જોકે હવે આધાર સહીતના કાર્ડને આવરી લેવા માટે વધુ એક કાર્ડ લાવવાની સરકાર તૈયારી કરી રહી છે. અમિત શાહે જણાવ્યું હતું કે વસતી ગણતરી દેશનું ભવિષ્ય નક્કી કરવા અને વિકાસ કરવામાં મોટુ યોગદાન આપે છે. 1865થી અત્યાર સુધીમાં આ 16મી વસતી ગણતરી થવા જઇ રહી છે. 2021માં જે વસતી ગણતરી થશે તેમાં મોબાઇલ એપનો ઉપયોગ કરવામા આવશે. જેનાથી ડિજિટલ રીતે વસતીના આંકડા મળી રહેશે. જેટલી જીણવટ પૂર્વક વસતી ગણતરી કરવામા આવશે તેટલુ દેશના આૃર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે. આ વખતની વસતી ગણતરીની પ્રક્રિયા પાછળ આશરે 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું સરકારને અનુમાન છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું કે સરકાર જે પણ યોજનાઓ લાવી તેનો આધાર દેશની વસતી ગણતરીના આંકડા રહ્યા છે. આ વખતની વસતી ગણતરીને સંપૂર્ણ બનાવવા માટે 16 ભાષાઓનો ઉપયોગ કરવામા આવશે, જેથી લોકો પોતાના પરિવારની અને પોતાની જાણકારી યોગ્ય રીતે આપી શકશે. ડિજિટલ વસતી ગણતરી થવાથી આધાર, પાન કાર્ડ, બેંક કાર્ડ સહીત દરેક કાર્ડ વગેરે એક સૃથળે આવી જશે, સરકાર આ બધા જ કાર્ડ માટે એક સિંગલ કાર્ડ લાવવાની તૈયારીમાં છે. જોકે હાલ તેના પર વિચારણા ચાલી રહી છે. બધી સુવિધાઓ માટે એક જ કાર્ડ લોંચ કરવા અંગે વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે આધાર, પાસપોર્ટ, બેંક ખાતા, ડ્રાઇવિંગ લાઇસેંસ, ચૂંટણી કાર્ડ આ દરેક માટે એક જ કાર્ડનો ઉપયોગ કરી શકાય તે દિશામાં કેમ ન વિચારી શકાય? બધા જ ડેટાને એક કાર્ડમાં એકઠા કરવાની સુવિધા અંગે સરકાર વિચારી રહી છે. જેના માટે પણ એક વિષેશ કાર્ડ લોંચ કરવામાં આવી શકે છે. આ અતી મહત્વપૂર્ણ છે અને તેથી જ ડિજિટલ વસતી ગણતરી અતી મહત્વપૂર્ણ છે.