જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યા બાદ ઘાટીમાં તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ફરી જમ્મુ-કાશ્મીરના માર્ગો પર સુરક્ષાની સમીક્ષા કરી. NSA અજિત ડોભાલે શ્રીનગર શહેર, પુલવામા, અવન્તીપુરા, પામ્પોર, બડગામમાં સ્થિતીની સમીક્ષા કરી. આ પહેલા પણ તેમણે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સમીક્ષા કરવા માર્ગ પર નિકળ્યા હતા અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી તેમજ તેમની સાથે ભોજન પણ લીધું હતું.
જ્યારથી જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટી છે ત્યારથી જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકા અજિત ડોભાલે જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરેલું છે. આર્ટિકલ 370 હટાવ્યા પહેલાથી જ તેઓ જમ્મુ કાશ્મીર પહોંચી સમગ્ર વિસ્તારની સ્થિતી પર નજર રાખી રહ્યાં છે.

