કલમ 370ના કારણે લાલુ યાદવ પરેશાન? રાંચીમાં નથી મળી રહ્યા પ્રિય કશ્મીરી સફરજન

મુખ્ય સમાચાર રાજકીય

જમ્મુ કશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી અને Article-370 પર મોદી સરકારના નિર્ણયથી લાલુ પ્રસાદ યાદવ પણ દુ:ખી છે. મોદી સરકારના આ નિર્ણયમાં ઘણા વિપક્ષી નેતાઓએ PM મોદીને સમર્થન પણ કર્યું છે.

ઘાસચારા કૌભાંડની સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રીને હાલના દિવસોમાં તેમના પ્રિય કશ્મીરી સફરજન મળતા નથી. ડૉક્ટરોએ શુગર લેવલ ન વધે એટલા માટે કેરીને બદલે સફરજન ખાવાનું સૂચન કર્યું છે.

હોસ્પિટલમાં લાલુનો નાસ્તો

મીડિયા રિપોર્ટ મુજબ ડૉક્ટરોએ દરરોજ નાસ્તામાં ઈંડા, બદામ, અખરોટ અને કેરીની સાથે સાથે સફરજન ખાવાનું સૂચન કર્યું છે પરંતુ કશ્મીરની હાલની સ્થિતિના કારણે સફરજન મળી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં હાલ સુરક્ષા વ્યવસ્થા ઘણી સારી છે. મોટા ભાગના વિસ્તારમાં હજુ પણ CRPFની કલમ 144 લાગુ છે.

રિમ્સમાં ચાલી રહી છે સારવાર

ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવ ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા કેસ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. લાંબા સમયથી રાંચી ખાતેની રિમ્સ હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી છે. એમની સારવાર કરનાર ડૉક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, લાલુને સફરજન ખાવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ કોઈ ખાસ પ્રકારના સફરજન ખાવાનો ઉલ્લેખ કર્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર લાલુને કશ્મીર સફરજન ઘણા પસંદ છે.

રાંચીમાં નથી મળતા કાશ્મીરી સફરજન

મળતી માહિતી અનુસાર વધારે પ્રમાણમાં કેરી ખાવાથી લાલુનુ શુગર લેવલ ઝડપથી વધી જાય છે. હોસ્પિટલમાં RJD સુપ્રીમોના એક સાથીએ લખેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ કશ્મીરી સફરજનની રાહ જોઈ રહ્યા છે પરંતુ સમગ્ર રાંચીમાં એ ઉપલબ્ધ નથી.